હરિદ્વાર કથા અને દર્શનના નામે છેતરપિંડીનો ગંભીર આક્ષેપ!
દાહોદના ગોધરા રોડ સ્થિત ચામુંડા કોમ્પ્લેક્સની ઓફિસને તાળાં લાગતાં બુકિંગ કરાવનાર મહિલાઓમાં ફફડાટ ફેલાયો! માત્ર ₹4,200માં હરિદ્વાર યાત્રા, છ દિવસીય કથા અને રકમ પરત આપવાની લાલચ આપી નાણાં વસૂલ્યાનો આક્ષેપ.
ઓફિસ બંધ મળી આવતાં ભોગ બનનાર મહિલાઓએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી જવાબદારો સામે કડક કાર્યવાહી અને નાણાં પરત અપાવવાની માંગ કરી. ધાર્મિક શ્રદ્ધાના નામે થયેલા આક્ષેપોની તપાસમાં હવે કયા ચોંકાવનારા ખુલાસા થાય છે તેના પર સૌની નજર!
Dohad, Dahod | Nov 12, 2026