તારાપુર: જકાતનાકા બ્રીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધાનું સ્થળ પર જ મોત
Tarapur, Anand | Mar 20, 2026 તારાપુરના જકાતનાકા બ્રીજ ઉતરતા ધર્મજ તરફ જવાના રોડ ઉપરથી ગઈકાલે રાત્રીના આશરે ચાલતા જતી એક અજાણી વૃદ્ધાને પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેણીને માથામાં પગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.પોલીસે લાશનો કબજો લઈને પીએમ માટે સીએચસી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી. અને અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને સીસીટીવી કેમેરાની મદદથી ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.