તારાપુર શહેરમાં આવેલા ચંદન સ્ટોર પાસેથી એક યુવાનને રીક્ષામાં બેસાડીને પાછળ બેઠેલા બે શખ્સોએ જાણી જોઈને ભીડ કરી ખિસ્સામાંથી રોકડા 35 હજાર રૂપિયા સીફતપૂર્વક ચોરી કરીને ફરાર થઈ જતા આ અંગે તારાપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.મિતેશભાઈ ચંદ્રકાન્તભાઈ મિસ્ત્રી તારાપુરના લીમડી ચોકમાં રહે છે અને મિસ્ત્રીકામ કરીને જીવન ગુજરાન ચલાવે છે.તેઓ સુથારીકામના 35 હજાર રૂપિયા એકત્ર થઈ જતાં તેઓ પેન્ટના ખિસ્સામાં મુકીને બેંકમાં ભરવા માટે જવા નીકળ્યા હતા.