અંજાર: ટપ્પર ગામ ખાતે બનેલ અપહરણના ગુના કામેના આરોપીઓને ગણતરીના દિવસોમા દુધઈ પોલીસે ઝડપ્યા
Anjar, Kutch | May 25, 2026 દુધઈ પોલીસે ટપ્પર ગામ ખાતે બનેલા અપહરણના ગુનાનો ગણનાપાત્ર ભેદ ઉકેલીને ગણતરીના દિવસોમાં 6 આરોપીઓને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓમાં લક્ષ્મણ કોલી, મહેશ ઉર્ફે ચકલી,અશોક કોલી,બાવલા કોલી,સુનિલ કોલી અને રાહુલ કોલીનો સમાવેશ થાય છે. દુધઈ પીઆઈ એન.બી. ડોડીયા અને સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ સફળ કામગીરી કરી છે. પોલીસે સ્થળ પરથી 1.50 લાખની ઇકો કાર, 50,000ની મોટરસાયકલ અને ગુનામાં વપરાયેલું લાકડાના હાથાવાળું ધારીયું જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.