ભચાઉ: ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નવચેતન અંધજન મંડળ–વૃદ્ધાશ્રમ ખાતે વરિષ્ઠ નાગરિકો સાથે વિશેષ કાર્યક્રમ યોજાયો
Bhachau, Kutch | Sep 20, 2026 ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભચાઉના નવચેતન અંધજન મંડળ વૃદ્ધાશ્રમ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.સામાન્ય વૃધ્ધાશ્રમ ૨૫ અને પ્રજ્ઞચંક્ષુ વૃધ્ધાશ્રમ ૩૧ વરીષ્ઠ નાગરિકોને ડિજિટલ સાક્ષરતા, સરકારી યોજનાઓ, પર્યાવરણ સહિતના વિષયો અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને આજીવન નિઃશુલ્ક બસ મુસાફરી પાસ તથા મહિલાઓને સાડી અને પુરુષોને ઝભ્ભાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમ સેવા, સંવેદના અને સામાજિક જાગૃતિનો સુંદર સંદેશ આપનાર બન્યો હતો