ભચાઉ: સામખિયાળી પોલીસ દ્વારા ગાંજાના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો,NO DRUGS IN EAST KUTCH CAMPAIGN અંતર્ગત કાર્યવાહી
Bhachau, Kutch | Oct 23, 2026 સામખિયાળી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલા અને તેમની ટીમે મળેલી બાતમીના આધારે સામખિયાળી-ભચાઉ રોડ પર હરિઓમ કાંટા પાસે આવેલી ચાની કેબિન નજીક દરોડો પાડ્યો હતો.ભચાઉના વાલાભાઈ ખીમાભાઈ કેરાસિયા (ઉં.વ. 52) પાસેથી ગાંજો, મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 20,355નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી સામે એન.ડી.પી.એસ. અધિનિયમ-1985 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.