ખંભાત: શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ
Khambhat, Anand | Jul 13, 2026 ખંભાત શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી. જે. બાટવાના અધ્યક્ષ સ્થાને આ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પી.એસ.આઈ. આર. બી. વાઘેલા અને આઈ. આર. દેસાઈ સહિતનો પોલીસ કાફલો જોડાયો હતો. પોલીસની ટીમે રથયાત્રાના મુખ્ય રૂટ જેવા કે ગોપાલ સર્કલ પાસેનું રણછોડરાય મંદિર, સરદાર ટાવર, ઝંડાચોક, સ્વામિનારાયણ મંદિર, રાજપુતવાડો, કંસારા બજાર, અલિંગ વિસ્તાર અને પાણિયારી વિસ્તારમાં ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક નાગરિકોને અપીલ કરાઈ