કાલોલ: સુરેલી–વેજલપુર–ગેંગડિયા માર્ગ પર ગેરકાયદેસર વૃક્ષકટિંગ મામલે તંત્રની ત્વરિત કાર્યવાહી, બે વાહનો સહિત મુદ્દામાલ જપ્ત
કાલોલ તાલુકાના સુરેલી–વેજલપુર–ગેંગડિયા માર્ગ પર ગેરકાયદેસર રીતે વૃક્ષોનું કટિંગ કરી લાકડાનું પરિવહન થતું હોવાની શંકાસ્પદ હિલચાલ સ્થાનિક જાગૃત યુવાનોના ધ્યાનમાં આવતાં તેમણે ગઈ કાલે મોડી સાંજે તાત્કાલિક મામલતદાર તથા વેજલપુર રેન્જના આર.એફ.ઓ.ને ટેલિફોનિક જાણ કરી સમગ્ર ઘટનાથી અવગત કર્યા હતા.