નખત્રાણા: નખત્રાણામાં પશુ ક્રૂરતા મામલે બોલેરો ચાલક સામે ગુનો દાખલ
નખત્રાણામાં પશુ ક્રૂરતા મામલે બોલેરો ચાલક સામે ગુનો દાખલ નખત્રાણાના તલ-લૈયારી માર્ગ પર પશુઓને ઠસોઠસ ભરીને લઈ જતી બોલેરો પિકઅપને નિરોણા પોલીસે ઝડપી પાડી હતી. ઘાસચારા કે પાણીની સુવિધા વિના પાડાઓને લઈ જતા ચાલક મામદહુસેન શેખ પાસે પાસ-પરમિટ કે જરૂરી દસ્તાવેજો ન મળતા પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.