ગાંધીધામ: છેતરપીંડી અને વિશ્વાશઘાતના મેઇન માસ્ટર માઇન્ડ આરોપીને પકડી પાડતી આદીપુર પોલીસ
આદિપુરમાં શ્રદ્ધાળુઓ સાથે થયેલા ચકચારી 'ફ્રી હરિદ્વાર યાત્રા કૌભાંડ' માં આદિપુર પોલીસે સૌથી મોટી સફળતા મેળવી છે.પોલીસે આ છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાના મેઇન માસ્ટરમાઇન્ડ (મુખ્ય સૂત્રધાર)ને ઝડપી પાડયો છે. પોલીસે મહેસાણા જિલ્લાના વિસનગરમાં રહેતા 43 વર્ષીય ચેતનકુમાર અશોકભાઈ લખવારાની અટકાયત કરી તેની પાસેથી ₹3,00,000ની રોકડ રકમ કબ્જે કરી છે.