ગાંધીધામ: વેપારીના અપહરણ અને ખંડણી કેસમાં વધુ ત્રણ આરોપીઓને એલસીબી અને એ ડિવિઝન પોલીસે ઝડપ્યા, ₹30.88 લાખનો મુદ્દામાલ જપ્ત
એલ.સી.બી. શાખા તથા ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે કરોડોની ઓનલાઈન USDT ખંડણી કેસમાં વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી (આદીપુર), અનમોલ આનંદકુમાર નંદા (આદીપુર) અને **વિશાલ ધનરાજભાઈ ગૌસ્વામી (ભુજ)**નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ₹28.98 લાખ રોકડા અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ ₹30.88 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.