કાલોલ: નડિયાદની DMM કેપિટલમાં રોકાણના નામે રૂ.1.18 કરોડની છેતરપિંડી: અલવાના ખેડૂતે નોંધાવી પોલીસ ફરિયાદ
કાલોલ તાલુકાના અલવા ગામના ખેડૂત સહિત ૧૧ વ્યક્તિઓએ નડિયાદ ખાતે આવેલી DMM કેપિટલ નામની કંપનીમાં રોકાણ કરાવવાના નામે ઊંચા વળતર અને નફાની લાલચ આપી રોકાણકારો સાથે રૂ. 1.18 કરોડની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે કાલોલ તાલુકાના અલવા ગામના ખેડૂતે કંપનીના ત્રણ ભાગીદારો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે.