ખંભાત: કલમસર ગામના સીમમાં રહેતી 28 વર્ષીય પરણીતા લાપતા થઇ, પોલીસે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી
Khambhat, Anand | May 25, 2026 ખંભાત તાલુકાના કલમસર ગામના ગાના સોનારીયામાં રહેતી 28 વર્ષ ઉંમર ધરાવતી જાગૃતિબેન સંજયભાઈ સોલંકી કોઈને પણ કાંઈપણ કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. અને તેણી કોઈ કારણોસર ક્યાંક લાપતા થઇ જવા પામી હતી.જેથી પરિવારજનોએ આસપાસ તેમજ સગાવ્હાલાઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ યુવતીનો કોઈ અતો પતો લાગ્યો ન હતો.આખરે પરિવારજનોએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પરિવારની ફરિયાદના આધારે જાણવાજોગનો નોંધ દાખલ કરી તપાસ હાથ ધરી છે.