કાલોલ: દેલોલ તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના, 40 વર્ષીય વ્યક્તિનું ડૂબી જવાથી મોત
કાલોલ તાલુકાના દેલોલ ગામના તળાવમાં શુક્રવારે સાંજે ગણેશ પ્રતિમાના વિસર્જન બાદ સ્થાનિક એક વ્યક્તિ પાણીમાં લાપતા બની જવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે વ્યક્તિને શોધવા માટે શનિવારે ફાયર બ્રિગેડની ટીમે પ્રયાસો હાથ ધરતાં અંતે લાશ મળી આવી હતી.