કરજણ: વીરજય ગામે પાણી ભરેલી તલાવડીમાં એક ઈસમ પડી જતાં મોત નીપજયું.
કરજણ તાલુકાના વીરજય ગામે રહેતા 40 વર્ષીય શનાભાઈ રાઠોડિયા સવારના અરસામાં અગમ્ય કારણોસર પાણી ભરેલી તલાવડીમાં પડી ગયાં હતાં.જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગને કરાઇ હતી.જેની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન તલાવડીમાં બનાવેલ નાળાની અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો.જે બાદ મૃતદેહને બહાર કાઢી પોલીસ ની હાજરીમાં મૃતદેહને ગામના સરપંચને સોંપ્યો હતો.