કરજણ: કરજણ જલરામ ચોકડી પાસે પાણીપુરીની લારી પરથી સડેલા બટાકા મળી આવતાં ચકચાર મચી
પાણીપૂરી એ દેશભરમાં સૌથી વધુ ખાવામાં આવતું પ્રિય સ્ટ્રીટ ફુડ છે.લોકોને તેનો મિંઠો,ખાતો અને મસાલેદાર સ્વાદ ગમે છે.સામાન્ય રીતે તેમાં બાફેલા બટાકા અને ચણા નો ઉપયોગ કરવામાં આવે છે.ત્યારે કરજણ જલારામ ચોકડી પર આવેલી એક પાણીપૂરી ની લારી પરથી સડેલાં બાફેલા બટાકા મળી આવતાં ત્યાં હાજર પાણીપૂરીના શોખીનો અંચબિત થઈ ગયા હતા.ત્યારે પાણીપૂરી ની લારી પરથી મળી આવેલ સડેલા બટાકા મામલે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.