કરજણ: કોલીયાદ ગામે મહિલા દર્દીને ઘૂંટણસમાં પાણી વચ્ચે 108 એમ્બ્યુલન્સના કર્મીઓએ સારવાર અર્થે ખસેડી સરાહનીય કામગીરી કરી.
કોલીયાદ ગામે વરસેલા ધોધમાર વરસાદને પગલે અલગ અલગ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ફરી વળતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા હતા.આ દરમિયાન બપોરના સમયે કોલીયાદ સબ સેન્ટર ખાતેથી ફ્રેકચરની મહિલા દર્દીને સારવાર અર્થે ખસેડવામાં માટે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી.જો કે ગામમાં ભરાયેલા પાણીના કારણે 108 એમ્બ્યુલન્સને ગામની બહાર ઊભી રાખવામાં આવી હતી.જેથી મહિલા દર્દીને ત્યાં ભરાયેલા પાણી વચ્ચે 108 ના કર્મીઓ ગ્રામજનોની મદદથી 108માં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.