કરજણ: કરાલી ગામ સંપર્ક વિહોણું થતાં કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું.
ઉપરવાસમાં પડી રહેલાં ભારે વરસાદને પગલે રંગાઈ નદીમાં પૂર નું નિર્માણ થવા પામ્યું છે.જેના પાણી કરજણ વિધાનસભા મત વિસ્તારમાં આવેલ કરાલી ગામમાં ફરી વળતાં સંપર્ક વિહોણું બન્યું છે.ત્યારે આજે બપોરે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે,તાલુકા પંચાયત પ્રમુખ અંકિતા પરમાર,તાલુકા મામલતદાર,માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ સાથે કરાલી ગામે પહોંચ્યા હતા.જ્યાં સ્થળ નિરીક્ષણ કરી ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી.