કરજણ: કરજણ જુના બજાર વિસ્તારમાં આવેલ સ્વામી વિવેકાનંદ તળાવમાં કરજણ ફાયર વિભાગના જવાનોની રેસ્ક્યું ટ્રેનીંગ યોજાઈ
કરજણ પંથકમાંથી પસાર થતી નર્મદા નદી અને તળાવોમાં અવાર નવાર બનતી ડૂબવાની ઘટનાઓને પગલે કરજણ ફાયર વિભાગ દ્વારા બપોરના સુમારે ફાયર બ્રિગેડના જવાનો માટે રેસ્ક્યું ટ્રેનીંગનું આયોજન કરાયું હતું.જેમાં ફાયર ઓફીસર દ્વારા ફાયર બ્રિગેડ ના જવાનોને બોટ લઈ કેવી રીતે રેસ્ક્યું કરવું ? બોટ કંઈ રીતે ચલાવી અને કંઈ રીતે તેનો ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.ત્યારબાદ ફાયર વિભાગના જવાનોને લાઈવ જેકેટ પહેરાવીને બોટમાં ટ્રાયલ લેવામાં આવ્યો હતો.