કાલોલ: તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સભારંભ ખંડોળી ખાતે યોજાયો, સાંસદ રાજપાલસિંહ જાદવ હાજર રહ્યાં
કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા જલારામ મંદિર, ખંડોળી ખાતે સમાજના તેજસ્વી તારલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, સરપંચો તથા વિવિધ મંડળોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.