અંજાર: વરસામેડી વિસ્તારમાંથી અંજાર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર સાથે બે આરોપીઓની ધરપકડ
Anjar, Kutch | May 1, 2026 પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા એસ.પી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ વિસ્તારમાં ગુનાખોરી પર નિયંત્રણ લાવવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.આ કામગીરી અંતર્ગત અંજાર ઇન્ચાર્જ પીઆઈ એ.આર ગોહિલ તથા સ્ટાફે મળીને ચોક્કસ બાતમીના આધારે વરસામેડી ગામ નજીક રેડ કરી બે આરોપીઓ સબીર કેશર નારેજા અને સમીર ગુલમામદ સીદીને ઝડપી પાડ્યાહતા.તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક ગેરકાયદેસર બંદૂક તેમજ મો.સા સહિત 42 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે