કાલોલ: ખડકી ગામ નજીક અકસ્માતગ્રસ્તની વહારે આવ્યા જિલ્લા ભાજપ કિસાન મોરચો ઉપપ્રમુખ જયદેવસિંહ ઠાકોર
વેજલપુર–કાલોલ હાઈવે પર ખડકી ગામ નજીક પેટ્રોલ પંપ પાસે બપોરે આશરે ૨:૩૦ વાગ્યે અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલી વ્યક્તિની મદદે જયદેવસિંહ ઠાકોર તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે મિત્ર રવિભાઈ પટેલ અને રાહદારીઓના સહયોગથી એમ્બ્યુલન્સ બોલાવી ઈજાગ્રસ્તને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચાડ્યો હતો.