ગાંધીધામ: આદિપુરની એક્સેલસિયર મોડલ હાઈસ્કૂલના આચાર્ય હર્ષા મહેતાને શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ
તાજેતરમાં રાજકોટના ગાર્ડી વિદ્યાપીઠ ખાતે ઓલ ઈન્ડિયા સ્કૂલ એસોસિએશન એજ્યુકેશન એક્સેલન્સ કૉન્ક્લેવ અને પ્રિન્સિપાલ એવોર્ડ ગુજરાત યોજાયો હતો. જેમાં આદિપુરની એક્સેલસિયર મોડલ હાઈસ્કૂલના આચાર્ય હર્ષા મહેતાને શ્રેષ્ઠ આચાર્ય તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.છેલ્લા 40 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત હર્ષા મહેતા શિક્ષકોની કાર્યક્ષમતા વધારવાની દિશામાં પણ સતત પ્રયાસો કરી રહ્યા છે. તેમણે મીડિયા સમક્ષ સમગ્ર માહિતી વર્ણવી હતી.