ખંભાત: નગરાથી ઝડપાયેલા બનાવટી તબીબે રજૂ કરેલી આયુર્વેદિકની ડિગ્રી પણ બોગસ, રિમાન્ડ હેઠળ તપાસનો રેલો MP પહોંચ્યો
Khambhat, Anand | Jun 17, 2026 ખંભાતના નગરા ગામેથી ગત એપ્રિલમાં પોલીસે દરોડો પાડીને બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. જેમાં તેના ભાઈએ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, આ સર્ટિફિકેટની તપાસ કરતા ડિગ્રી બોગસ હોવાનું ખૂલ્યું હતું. મહત્વની તો એ છે કે, શખસે ત્રણ વર્ષ અગાઉ સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી મધ્યપ્રદેશના શખસને રૂપિયા સાડા આઠ લાખ રૂપિયા આપી બોગસ માર્કશીટ બનાવી હોવાનું કબૂલ્યું હતું.સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અર્થે રિમાન્ડ મેળવી તપાસનો રેલો MP પહોંચ્યો છે.