ભચાઉ: મણીનગરમાં બાવળની ઝાડીમાં આગ : ફાયર ટીમે સમયસર પહોંચી મોટું નુકસાન ટાળ્યું
Bhachau, Kutch | Oct 20, 2026 આજે બપોરે મણીનગર વિસ્તારમાં આવેલી એક વાડીમાં બાવળની મોટી ઝાડીમાં આગ લાગ્યાનો કોલ મળતાં ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી.આગ એક તરફ મકાનો તરફ ફેલાઈ રહી હતી,જ્યારે બીજી તરફ લાખો રૂપિયાના મૂલ્યનો જુવારનો પાક ઊભો હતો.ફાયર ટીમે પાણીનો મારો ચલાવી બંને તરફ આગને કાબૂમાં લઈ મોટું નુકસાન થતું અટકાવ્યું હતું.આગ વધુ પ્રસરી હોત તો જુવારના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા હતી.આ કામગીરીમાં પ્રવીણ દાફડા,કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા.