કાલોલ: સાંસદ રાજપાલસિંહ જાદવે 'જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવ (સુધારા) વિધેયક' બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો
આજરોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ સાંસદ રાજપાલસિંહ જાદવે સંસદમાં પસાર થયેલા 'જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવ (સુધારા) વિધેયક' બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.આ કાયદો પરીક્ષા વ્યવસ્થાને વધુ પારદર્શક, સુરક્ષિત અને લીક-પ્રૂફ બનાવશે તેમજ પેપર લીક જેવી ગેરરીતિમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી સુનિશ્ચિત કરશે. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ સુરક્ષા અને વિશ્વાસ મળશે.