મોરવા હડફ વિધાનસભા વિસ્તારના વિકાસને વધુ વેગ આપવા માટે ગત ગુરુવાર, 9 જુલાઈના રોજ વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ વિકાસલક્ષી કાર્યો મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતા.