આણંદ: બાકરોલ દૂધ મંડળીમાં ભેળસેળ કાંડ, અમૂલ ડેરીએ દૂધ લેવાનું બંધ કરતાં ૩૫૦ પશુપાલકો મુશ્કેલીમાં
Anand, Anand | Mar 14, 2026 બાકરોલ દૂધ મંડળીમાં પાડાના વાંકે પખાલીને ડામ, દૂધ મંડળીના કેટલાક સભ્યો ભેળસેળયુક્ત દૂધ ભરતાં ચકચાર મચી,અમૂલે આખી મંડળીનું દૂધ ભરતું રોક લગાવતા કચવાટ, આણંદ વિસ્તારમાં આવેલ બાકરોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી માં કેટલાક સભ્યો ભેળસેળયુક્ત દૂધ ભરતાં હોવાનું ઉજાગર થતાં ચકચાર મચી જવા પામી હતી.જેના પગલે અમૂલે તપાસ હાથ ધરી દૂધ મંડળીના તમામ સભાસદો નું દૂધ ભરવાનું બંધ કરતાં પાડાના વાંકે પખાલીને ડામ ની સ્થિતિ સજૉવા પામી