લીંબડી: લીંબડી પંથકમાં ખેતીવાડી ફિડરમાં અપુરતી વિજળી મળતી હોય વિજ પુરવઠાનો સમયગાળો વધારવા રજુઆત #jansamasya
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠાનો માર જીલેલા ખેડૂતો હામ હિંમત કરી ફરી બેઠા થઇ રહ્યાં છે. રવી પાકનું વાવેતર કરવા ખેડૂતો તૈયારી કરી રહ્યા છે. ત્યારે લીંબડી પંથકમાં ખેતીવાડી ફિડરમાં હાલમાં માત્ર 8 કલાક જ વિજળી મળતી હોય ખેડૂતોને સિંચાઇ પિયત કરવું મુશ્કેલ થઈ રહ્યું છે.આ બાબતે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના સચિવ નિલેશ ચાવડાએ પ્રતિક્રિયા આપતા વિજ પુરવઠાનો સમયગાળો 8ના બદલે 12 કલાક કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે