ગાંધીધામ: આદિપુરમાં ધોળા દિવસે વેપારી સાથે લૂંટની ઘટના
આદિપુરમાં ધોળા દિવસે વેપારીને લૂંટવાની ઘટનાથી ચકચાર મચી છે.વરસામેડી રહેતા ફરિયાદી શનિ ગુપ્તા પોતાની કારમાં ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોઢે દુપટ્ટો બાંધેલી મહિલાએ રડીને લિફ્ટ માંગી હતી.જુમાપીર ફાટક પાસે ગાડી ઊભી રહેતા જ મહિલાનો સાગરિત કાસમ ચાવડા ત્યાં પહોંચ્યો અને છરીની અણીએ વેપારી પાસેથી સોનાની ચેઈન અને રોકડ લૂંટી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.બનાવના 10 દિવસ બાદ પોલીસે ગુનો નોંધતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે.