Public App Logo
અમદાવામાં દુષ્કર્મના કેસમાં ઝડપાયેલા આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે આરોપી લંગડાતો-લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો અને કોર્ટરૂમમાં હાથ જોડીને બેઠો હતો. આરોપ છે કે યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ આરોપી તેનો મોબાઇલ ઝૂંટવીને ત્યાંથી ભાગી ગયો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ વધુ પૂછપરછ અને તપાસ માટે પોલીસે આરોપીના રિમાન્ડની માગ સાથે તેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, કોર્ટે પોલીસની રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી. હવે આ કેસમાં આગળની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. #Amdavad #AmdavadNews #GujaratNews #CrimeNews #LocalNews - Ahmadabad City News