Public App Logo
Profile Picture

Ahmedabad Urban

@ahmedabad.urban
509Followers
0Following
Class 10 is not just about choosing a stream.
It’s about understanding the road ahead.

Discover the opportunities, pathways and preparation that can lead to IIMs - before making that next big decision.

ROAD TO IIM
📍 Pandit Deendayal Auditorium, Ahmedabad
🗓️ 11 October | 2 PM onwards

Register now and understand the road before you choose it.

<nis:link nis:type=tag nis:id=roadtoiim nis:value=RoadToIIM nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iim nis:value=IIM nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=after10th nis:value=After10th nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=class10 nis:value=Class10 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=careerguidance nis:value=CareerGuidance nis:enabled=true nis:link/> CareerOptions IPM IIMIndore StudentGuidance ParentGuidance IMSIndia Ahmedabad
અમદાવાદની અનેક સ્કૂલોને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા ટીમો એક્શનમાં આવી છે. ધમકી બાદ કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વહેલા ઘરે મોકલવામાં આવ્યા છે અને વાલીઓને બાળકોને લઈ જવા જણાવાયું છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.

(Amdavad Schools, Bomb Threat, School Safety, Police Investigation, Gujarat News)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=schoolnews nis:value=SchoolNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bombthreat nis:value=BombThreat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં જ મહિલાને ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. નેહલબેનના જણાવ્યા મુજબ, તેઓ પોતાના પરિવાર સાથે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા હતા, જ્યાં પોલીસની હાજરીમાં જ આ ઘટના બની હતી. તેમનો દાવો છે કે સમગ્ર ઘટના CCTVમાં વૉઇસ સાથે રેકોર્ડ થઈ છે.

નેહલબેનનો વધુ આક્ષેપ છે કે જ્યારે તેઓ પોતાના બાળકને લેવા કે મૂકવા જાય છે ત્યારે પણ આ લોકો તેમનો પીછો કરે છે. સતત ડરના કારણે તેમને ઘરની બહાર નીકળવામાં પણ ભય લાગે છે. તેમનું કહેવું છે કે ફરિયાદ બાદ ગુનો નોંધાયો હોવા છતાં બંને યુવકોને છોડી દેવામાં આવ્યા હતા.

હવે સવાલ એ છે કે આ મામલે બંને યુવકો સામે શું કાર્યવાહી કરવામાં આવશે અને નેહલબેન તથા તેમના પરિવારને જરૂરી સુરક્ષા મળશે કે નહીં?

[Women Safety, Amdavad, Meghaninagar Police, Police Action, Women Security, CCTV]

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=womenssafety nis:value=WomensSafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=meghaninagar nis:value=Meghaninagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policeaction nis:value=PoliceAction nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=womensecurity nis:value=WomenSecurity nis:enabled=true nis:link/>
ગુજરાત ભાડા વિધેયક-2026ને લઈને વકીલોએ વિરોધ નોંધાવ્યો છે. વિધેયક હેઠળ ભાડા સંબંધિત વિવાદોના નિકાલની સત્તામાં સૂચવાયેલા ફેરફારો સામે વકીલોએ વાંધો ઉઠાવ્યો છે અને કોર્ટની કામગીરીથી અળગા રહી વિરોધ કર્યો છે.

[Gujarat Rent Bill 2026, Lawyers Protest, Court Proceedings, Rent Disputes, Gujarat Lawyers]

<nis:link nis:type=tag nis:id=gujaratrentbill nis:value=GujaratRentBill nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=lawyersprotest nis:value=LawyersProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=courtnews nis:value=CourtNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadnews nis:value=AmdavadNews nis:enabled=true nis:link/>
અમદાવાદમાં PSI સામે વધુ એક ગંભીર આક્ષેપોનો મામલો સામે આવ્યો છે. બોપલના PSI જયેશ કલોત્રા સાથે જોડાયેલા અગાઉના ગેરવર્તનના આક્ષેપો બાદ હવે M-Division ટ્રાફિકના PSI ભરત પંડ્યા પર ત્રાગડ રબારીવાસ પાસે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી અકસ્માત કરવાનો આરોપ છે. વાયરલ વીડિયોમાં સ્થાનિકોએ PSIને ઘેર્યા હતા, જ્યારે તેમની GJ04DA6745 કારમાંથી દારૂની બોટલ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે સવાલ એ છે કે આવા આરોપોમાં ખરેખર કડક કાર્યવાહી થશે કે મામલો થોડા સમય બાદ ઠંડો પડી જશે?

[PSI Case, Amdavad Police, Traffic Police, Bharat Pandya, Jayesh Kalotra]

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadpolice nis:value=AmdavadPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratpolice nis:value=GujaratPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficpolice nis:value=TrafficPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadnews nis:value=AmdavadNews nis:enabled=true nis:link/>
Ahmedabad, your Garba plans just got a Starbucks coffee upgrade. 👀☕

Dholki is bringing complimentary Starbucks coffee with its passes this Navratri.

A little caffeine between all that Garba? We’ll take it. ‘Dholki x Starbucks’ category pass is for you, if you’re a coffee addict! 

📅 11th–19th October 2026
📍 Dholki Garba, Sardar Patel Ring Rd, Ognaj–Bhadaj, Ahmedabad

<nis:link nis:type=tag nis:id=dholkigarba nis:value=DholkiGarba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dholkixstarbucks nis:value=DholkiXStarbucks nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri2026 nis:value=Navratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadgarba nis:value=AhmedabadGarba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garba2026 nis:value=garba2026 nis:enabled=true nis:link/>
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા Amdavad Airport પર જોવા મળ્યા. એરપોર્ટ પર સ્ટાર ઓલરાઉન્ડરની ઝલક જોવા મળતા ત્યાં હાજર લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું.

રવિન્દ્ર જાડેજા પોતાની શાનદાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ માટે ક્રિકેટ ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે.

[Ravindra Jadeja, Amdavad Airport, Indian Cricket, Team India, Cricket Fans]

<nis:link nis:type=tag nis:id=ravindrajadeja nis:value=RavindraJadeja nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadairport nis:value=AmdavadAirport nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=indiancricket nis:value=IndianCricket nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=teamindia nis:value=TeamIndia nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/>
બોડકદેવ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પોલને નુકસાન પહોંચાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વાયરલ વીડિયોના આધારે બોડકદેવ પોલીસે તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરી છે. જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના બનાવને લઈને પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.

[Bodakdev Police, Amdavad Police, Viral Video, Public Property, Street Light Damage, Police Action, Public Safety]

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bodakdevpolice nis:value=BodakdevPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=policeaction nis:value=PoliceAction nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=viralvideo nis:value=ViralVideo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=publicsafety nis:value=PublicSafety nis:enabled=true nis:link/>
રામોલ–હાથીજણ વોર્ડમાં રામોલ રિંગ રોડ પર ટોલ ટેક્સ પાસે રોડની વચ્ચે મોટો ભૂવો પડ્યો છે. ભૂવાના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો માટે જોખમ ઊભું થયું.

📍 રામોલ રિંગ રોડ, ટોલ ટેક્સ પાસે, Amdavad

[Ramol, Hathijan, Road Damage, Amdavad, Traffic Alert, Civic Issue]

<nis:link nis:type=tag nis:id=ramol nis:value=Ramol nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=hathijan nis:value=Hathijan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=roaddamage nis:value=RoadDamage nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficalert nis:value=TrafficAlert nis:enabled=true nis:link/>
ઉસ્માનપુરામાં આવેલી એશિયા પેસિફિક કોલેજ એન્ડ ઈન્સ્ટિટ્યુટ માં વિદ્યાર્થીઓ પર ફી અને ફાઇન ભરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સામે આવ્યા છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે આર્થિક રીતે મુશ્કેલીમાં રહેલા વિદ્યાર્થીઓને પણ ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે. આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા અન્ય કેટલાક ગંભીર મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે. સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ યોગ્ય ઉકેલ અને તેમની રજૂઆત સાંભળવાની માંગ કરી છે.

(Usmanpura, Amdavad, students, college fees, fine, fee pressure, student complaints, education, student issues)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=usmanpura nis:value=Usmanpura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=studentissues nis:value=StudentIssues nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=collegestudents nis:value=CollegeStudents nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=educationnews nis:value=EducationNews nis:enabled=true nis:link/>
NSUI કાર્યકર્તા સાથે TDO અધિકારી દ્વારા કથિત દુર્વ્યવહારના આક્ષેપને લઈને નવરંગપુરા TDO કચેરીએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરવા અને સંબંધિત અધિકારીના રાજીનામાની માંગ કરી છે.

[NSUI, TDO Office, Navrangpura, Protest, Amdavad]

<nis:link nis:type=tag nis:id=nsui nis:value=NSUI nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tdooffice nis:value=TDOOffice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navrangpura nis:value=Navrangpura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=protest nis:value=Protest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/>
મણિનગરની એક સ્કૂલમાં વિદ્યાર્થિનીને નકલી Instagram ID બનાવી મેસેજ કરવાનો શિક્ષક પર આરોપ લાગ્યો છે. મામલો સામે આવ્યા બાદ સ્કૂલમાં જ શિક્ષક સાથે મારામારી થઈ હોવાની ઘટના પણ સામે આવી છે.

આ સમગ્ર મામલે સ્કૂલ દ્વારા શિક્ષકને ટર્મિનેટ કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=maninagar nis:value=Maninagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=schoolnews nis:value=SchoolNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=AhmedabadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/>

[Maninagar School, Amdavad News, Teacher, Fake Instagram ID, Student, School Incident, Ahmedabad Urban]
Ahmedabad, get ready for an unforgettable Garba evening at one n only @ayodhya_by_ratnanjali with @bhumikshahlive. ✨🎊

Presenting “અયોધ્યા નો ગરબો” an evening of Dance • Devotion • Celebration celebrating the colours, traditions & timeless spirit of Gujarat. ❤️💫

🎤 Singer: Bhumik Shah
📅 7th October 2026
📍 Ayodhya – A Royal Retreat, Medha–Thol Road

Passes are live on Showmates & Facepass, Book Your Tickets Now ✅

Come experience an evening filled with soulful music, divine vibes & the true spirit of Garba! 💃🏻✨

<nis:link nis:type=tag nis:id=ayodhyanogarbo nis:value=AyodhyaNoGarbo nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=garba2026 nis:value=Garba2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhumikshah nis:value=BhumikShah nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=navratri2026 nis:value=Navratri2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ratnanjaligroup nis:value=RatnanjaliGroup nis:enabled=true nis:link/>
ગુજરાત યુનિવર્સિટીમાં Gen Z દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. મહિલા સુરક્ષા, જાતિવાદ વિવાદ અને જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સહિતના મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો.

[Women’s Safety, Gen Z Protest, Gujarat University, Caste Row, Gyanesh Kumar]

<nis:link nis:type=tag nis:id=gujaratuniversity nis:value=GujaratUniversity nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=genzprotest nis:value=GenZProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=womenssafety nis:value=WomensSafety nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/>
કાલુપુર વિસ્તારમાં ફટાકડાની દુકાનો સામે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જરૂરી મંજૂરી અને દસ્તાવેજો રજૂ ન કરાતા 30થી વધુ દુકાનોને સીલ કરવામાં આવી છે. દુકાનદારોને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

[Kalupur, Firecrackers, AMC Action, Amdavad News, Shop Sealed]

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kalupur nis:value=Kalupur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amc nis:value=AMC nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadnews nis:value=AmdavadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=breakingnews nis:value=BreakingNews nis:enabled=true nis:link/>
નારણપુરાના કામદારનગરમાં રિડેવલપમેન્ટ માટે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અહીં 20થી વધુ દુકાનોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.
દુકાનદારોના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દિવાળી બાદ થવાની હતી, પરંતુ દિવાળી પહેલાં જ ડિમોલિશન શરૂ થતાં અસરગ્રસ્ત દુકાનદારોમાં ચિંતા જોવા મળી રહી છે.

(Kamdar Nagar, Naranpura, Demolition Drive, Redevelopment, Shop Demolition, 20+ Shops, Redevelopment Project, Amdavad, Local News, Shopkeepers)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=naranpura nis:value=Naranpura nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kamdarnagar nis:value=KamdarNagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=demolition nis:value=Demolition nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=redevelopment nis:value=Redevelopment nis:enabled=true nis:link/>
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં દરિયામાંથી ₹3,000 કરોડના ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. લક્ષદ્વીપથી મુંબઈ તરફ જઈ રહેલા ઈરાની જહાજને મધદરિયે ઘેરી કાર્યવાહી કરવામાં આવી, જેમાં 5 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા. તપાસમાં આ ડ્રગ્સ મામલે અમદાવાદમાં નાઈજીરીયન નાગરિક સાથે મિટિંગ થઈ હોવાની માહિતી પણ સામે આવી છે.

(Amdavad, Gujarat ATS, Coast Guard, Drug Seizure, Iranian Vessel, Pakistan Nationals)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratats nis:value=GujaratATS nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=coastguard nis:value=CoastGuard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=drugseizure nis:value=DrugSeizure nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/>
બોલિવૂડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને સારા અલી ખાન ‘ઉડતા તીર’ ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા. બંને Amdavadના વિવંતા હોટેલ ખાતે જોવા મળ્યા હતા.

(Ayushmann Khurrana, Sara Ali Khan, Udta Teer, Vivanta Hotel, Amdavad)

<nis:link nis:type=tag nis:id=ayushmannkhurrana nis:value=AyushmannKhurrana nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=saraalikhan nis:value=SaraAliKhan nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=udtateer nis:value=UdtaTeer nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bollywood nis:value=Bollywood nis:enabled=true nis:link/>
ઠક્કરનગર વિસ્તારમાં નો-એન્ટ્રીમાં જઈ રહેલા ટ્રકને ટ્રાફિક કર્મીએ રોકવાનો ઈશારો કર્યો હતો. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરે પોલીસકર્મી પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે. ટ્રકને રોકવા માટે ટ્રાફિક કર્મીએ ટ્રક પર ઈંટ મારી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

(Thakkarnagar, Traffic Police, Truck Driver, No Entry, Amdavad News)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=thakkarnagar nis:value=Thakkarnagar nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficpolice nis:value=TrafficPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=trafficnews nis:value=TrafficNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/>
‘Dehydrated Guava’ લખેલા પેકેટમાંથી નીકળ્યો ગાંજો!

બેંગકોકથી Amdavad આવેલી ફ્લાઇટમાં સુરતના એક મુસાફર પાસેથી 973.23 ગ્રામ ગાંજો મળી આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. અહેવાલ મુજબ, Amdavad Customsની Air Intelligence Unitએ APIS પ્રોફાઇલિંગના આધારે 29 સપ્ટેમ્બરે ફ્લાઇટ TG 343થી આવેલા મુસાફરને અટકાવ્યો હતો.

કેબિન બેગેજની તપાસ દરમિયાન એક કાગળની થેલીમાંથી બે પ્લાસ્ટિકની થેલીઓ મળી હતી. તેની અંદર કુલ 30 નાના પેકેટ હતા, જેના પર ‘Dehydrated Guava’ એટલે કે સૂકવેલા જામફળ લખેલું હતું. તપાસ દરમિયાન પેકેટમાંથી લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો.

NDPS ફિલ્ડ ટેસ્ટ કિટથી પ્રાથમિક તપાસ કરતા આ પદાર્થ ગાંજા માટે પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. કુલ 973.23 ગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ તેની અંદાજિત કિંમત ₹90 લાખથી વધુ ગણવામાં આવી છે.

NDPS Act હેઠળ મુસાફરની ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને પહોંચાડવાનો હતો અને અગાઉ પણ આવી હેરાફેરી કરવામાં આવી હતી કે નહીં તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
₹60 હજારની નોકરી છૂટી અને પછી બાઈક ચોરીના કેસમાં ઝડપાયો MBAનો અભ્યાસ કરતો યુવક!

Amdavadના સોલા-ચાણક્યપુરી વિસ્તારમાં થયેલી બાઈક ચોરીની તપાસ દરમિયાન સોલા પોલીસે 25 વર્ષીય દર્શન તિરગર નામના યુવકની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, દર્શન MBAનો અભ્યાસ કરે છે અને અગાઉ IT કંપનીમાં આશરે ₹60 હજારના પગારની નોકરી કરતો હતો. નોકરી છૂટી ગયા બાદ તેણે Blinkitમાં ડિલિવરીનું કામ શરૂ કર્યું હતું.

પોલીસ તપાસ મુજબ, તેની આવક મોજશોખ માટે ઓછી પડતી હોવાથી તેણે બાઈક ચોરી કરવાનું શરૂ કર્યું હતું. ચોરીની તપાસ દરમિયાન CCTVમાં ટોપી પહેરેલો અને મુંડન કરાવેલો એક શંકાસ્પદ યુવક બાઈક લઈ જતો જોવા મળ્યો હતો. આ જ ઓળખના આધારે પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં તપાસ કરી અને દર્શન સુધી પહોંચી.

પોલીસે ચોરીનું બાઈક પણ કબજે કર્યું છે. યુવકે અન્ય કોઈ ચોરી કરી છે કે નહીં તે અંગે સોલા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=solapolice nis:value=SolaPolice nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=biketheft nis:value=BikeTheft nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimenews nis:value=CrimeNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=AhmedabadNews nis:enabled=true nis:link/>
નારોલ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટમાં ફસાઈ જતાં 12 વર્ષના અંશુ ભગેલનું મોત થયું છે.

મળતી માહિતી મુજબ, ધોરણ 7માં અભ્યાસ કરતો અંશુ ઘરેથી ટ્યૂશન જવા નીકળ્યો હતો. આ દરમિયાન લિફ્ટ અને દરવાજાના લોખંડના સળિયા વચ્ચે તેનું માથું ફસાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું મોત થયું હતું.

ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છે. પરિવારજનો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે લિફ્ટ ઘણા સમયથી વારંવાર ખરાબ થતી હતી અને આ અંગે રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહોતી.

નારોલ પોલીસે જણાવ્યું છે કે FSL અને ટેક્નિશિયનની મદદથી ઘટનાની તપાસ કરવામાં આવશે. તપાસમાં જેની પણ બેદરકારી સામે આવશે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=narol nis:value=Narol nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=AhmedabadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=localnews nis:value=LocalNews nis:enabled=true nis:link/>
રાણીપ મેટ્રો સ્ટેશન નીચે AMTS બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 55 વર્ષીય બાઈક સવારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકો એકઠા થયા હતા.

(Ranip Metro Station, AMTS Bus, Bike Accident, Amdavad, Road Accident)

<nis:link nis:type=tag nis:id=ranip nis:value=Ranip nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amts nis:value=AMTS nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=roadaccident nis:value=RoadAccident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadnews nis:value=AmdavadNews nis:enabled=true nis:link/>
મતદાર યાદીની SIR પ્રક્રિયાને લઈને અમદાવાદમાં નહેરુ બ્રિજ પાસે સરદારબાગ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં નામ દૂર કરાયા હોવાનો આરોપ લગાવી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. વિરોધ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. 

(Congress Protest, SIR, Voter List, Sardar Baug, Amdavad)

<nis:link nis:type=tag nis:id=congressprotest nis:value=CongressProtest nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sir nis:value=SIR nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=voterlist nis:value=VoterList nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratnews nis:value=GujaratNews nis:enabled=true nis:link/>
સુરધારા સર્કલ પાસે મણિકમલ બંગલોઝમાં વૃદ્ધ દંપતીના બંગલામાં ચોરીનો પ્રયાસ થયો. 6 લૂંટારૂઓ ઈનોવા કારમાં આવ્યા હતા અને પોણો કલાક સુધી તાળાં તોડવાનો પ્રયાસ કર્યો. ચોરીમાં નિષ્ફળ જતા સ્કૂટર ટ્રેપ, દોરડા અને જાળ ફેંકી ફરાર થઈ ગયા.

(Amdavad, CurrentAffairs, 
News, Amdavad Crime)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadnews nis:value=AmdavadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=crimenews nis:value=CrimeNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavadcrime nis:value=AmdavadCrime nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=surdharacircle nis:value=SurdharaCircle nis:enabled=true nis:link/>