સુરતમાં બે લૂંટારુઓએ મહિધરપુરા, કતારગામ અને વરાછામાં ચાર સ્થળે મોબાઈલ લૂંટ્યા
સુરત શહેરમાં લૂંટારુઓ બેફામ બન્યા હોય અને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેમ વહેલી સવારે બાઈક પર આવેલા બે અજાણ્યા લૂંટારુઓએ ચાર અલગ-અલગ સ્થળોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. મહિધરપુરા, કતારગામ અને વરાછા વિસ્તારમાં રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવી મોબાઈલ ફોનની લૂંટ ચલાવવામાં આવી હતી. એટલું જ નહીં, લૂંટનો વિરોધ કરનાર લોકો પર ચાકુ વડે હુમલો કરી તેમને ઈજાગ્રસ્ત કર્યા હતાં.
#loot #mahidharpura #katargam #varachha #cctv #mobile #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Nov 19, 2026