બારડોલી: કડોદમાં મુસ્લિમ મતદારોના નામ કમી કરવાના આરોપે વિરોધ, પ્રાંત અધિકારી સમક્ષ આવેદન
Bardoli, Surat | Jan 28, 2026 કડોદ ગામના આશરે ૪૦૦થી વધુ મુસ્લિમ મતદારોના નામ ફોર્મ નં. ૭ મારફતે રદ કરવાના પ્રયાસ થયો હોવાના આરોપ સાથે આજે બારડોલી તાલુકા સેવા સદન ખાતે ૨૫૦થી ૩૦૦ જેટલા મુસ્લિમ નાગરિકો ભેગા થયા હતા. કોંગ્રેસ અગ્રણી આનંદ ચૌધરી, તરુણ વાઘેલા સહિત અન્ય આગેવાનોની હાજરીમાં વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નાગરિકોના જણાવ્યા અનુસાર, વહીવટી કામગીરીને ગેરમાર્ગે દોરી બી.એલ.ઓ. તથા અન્યની સંડોવણીથી મતદારોના નામો રદ કરવાની પેરવી કરવામાં આવી હતી.