સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના વડધ્રા ગામે અજીબોગરીબ ઘટના સામે આવી છે, જ્યાં ખેડૂતના ખેતરમાં અચાનક નાની-નાની માછલીઓ જોવા મળતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ખેડૂત વિપુલ છાપરાના જણાવ્યા મુજબ, જાણે આકાશમાંથી માછલીઓનો વરસાદ થયો હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. ખેતરમાં અંદાજે 2થી 3 કિલો જેટલી માછલીઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હવે તેના વૈજ્ઞાનિક કારણ અંગે તપાસની માંગ ઉઠી છે.
#SurendranagarNews #FishRain #ViralVideo #humdekhengenews