રાજસ્થાનના પુષ્કર મેળામાં હાલ બાદલ નામનો મારવાડી ઘોડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પોતાના શાહી દેખાવ, પ્રભાવશાળી શરીર અને અનોખી ચાલને કારણે બાદલની ભારે ચર્ચા થઈ રહી છે. મીડિયા અહેવાલો અનુસાર તેની કિંમત 11થી 15 કરોડ રૂપિયા સુધી હોવાનો દાવો છે, જ્યારે માત્ર 5 વર્ષની ઉંમરે 285 બચ્ચાંનો પિતા હોવાની વાત પણ ચર્ચામાં છે. કરોડોની કિંમત અને ખાસિયતોને કારણે બાદલ સોશિયલ મીડિયા પર પણ છવાયો છે.
#PushkarMela #MarwariHorse #BadalHorse #HumDekhengeNews