મજુરા: રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો "હિરણ સિંગા"ગેંગને ઘોડ દોડ રોડ થી ઝડપી પાડતી ઉમરા પોલીસ,ત્રણ ગુન્હા ઉકેલાયા
Majura, Surat | Dec 3, 2025 ઉમરા પોલીસે બુધવારે રાત્રિ દરમ્યાન ઘરફોડ ચોરી કરતી "હિરણ સિંગા"ગેંગને ઝડપી પાડી હતી.ઘોડ દોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ નજીકથી આરોપી શનિ સહાની,ટ્વિંકલ શર્મા,પરમેશ્વર ધ્રુવે સહિત બે સગીરની ધરપકડ કરવામાં આવી હતી.જે આડોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા સિગારેટના બોક્સ,પીતળ,તેમજ રોકડા રૂપિયા મળી 47 હજાર થી વધુની મત્તા નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જ્યાં પૂછપરછમાં ત્રણ ગુન્હા ઉકેલાઈ ગયા હતા.વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી હતી.