નરોડામાંથી ₹1.17 કરોડથી વધુની કિંમતના કોકેઇન સાથે 22 વર્ષીય યુવક ઝડપાયો છે. આરોપી પાસેથી 234.01 ગ્રામ કોકેઇન, 2 મોબાઇલ ફોન, રોકડ રકમ અને નેપાળી ચલણી નોટો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસ તપાસ મુજબ આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને ઉદયપુરમાં અભ્યાસ કરે છે. તેને ₹20 હજાર આપીને કોકેઇનની ડિલિવરી માટે મોકલવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ મામલે નરોડા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(Naroda, Amdavad, CurrentAffairs, News)
#Naroda #Amdavad #CrimeNews #GujaratNews #PoliceAction