સુરતમાં 19 નવેમ્બરના રોજ માત્ર 45 મિનિટમાં લૂંટ*ની પાંચ ઘટનાઓને અંજામ આપનાર બે આરોપીઓને સુરત પોલીસે 24 કલાકથી પણ ઓછા સમયમાં ઝડપી પાડ્યા છે.
વરાછા, મહિધરપુરા અને કતારગામ વિસ્તારમાં બાઇક પર આવેલા બે આરોપીઓએ મોબાઇલ અને રોકડ રકમ લૂંટ*વાના ઇરાદે ગુનાઓ આચર્યા હતા. પાંચ ઘટનાઓ પૈકી એક વ્યક્તિ પર જીવ*લેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે હાલ સારવાર હેઠળ છે.
પોલીસ તપાસ દરમિયાન એક આરોપી લિંબાયતના નીલગીરી નજીક મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપી ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અન્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓની ઓળખ પરવેઝ મુશર્રફ અન્સારી અને લક્ષ્મણ તરીકે થઈ છે. બંને મૂળ બિહાર અને ઝારખંડના વતની હોવાનું અને હાલ લિંબાયત વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસે જણાવ્યું છે.
આરોપીઓ વિરુદ્ધ વરાછામાં બે, મહિધરપુરામાં બે અન�
Udhna, Surat | Nov 20, 2026