મોરવા હડફ: જિલ્લા LCB પોલીસે સાલીયા ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી ઇસમ સામે નોંધ્યો ગુનો
જિલ્લા LCB પોલીસની ટીમ આજે શુક્રવારના રોજ મોરવા હડફના સાલીયા ગામે કૂવા ફળિયા ખાતે રહેતો કલ્પેશકુમાર પટેલના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમા બિયરના ટીન નંગ 24 જેની કિંમત 2856 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન કલ્પેશ પટેલ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે