કાલોલ: ડેરોલગામમાં દશેરાની પર્વના માટલી ગરબાની અનોખી માન્યતા, ભાવિક ભક્તોએ આપી પ્રતિક્રિયા
આજરોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના ડેરોલગામમાં આઝાદી પૂર્વેથી નવરાત્રી પર્વ સંલગ્ન દશેરાએ ઉજવાતા આસ્થા અને આરાધનાના પરંપરાગત માટલીગરબા રમવાનું અનેરું અને આગવું મહત્વ ધરાવે છે, જે પરંપરા મુજબ દશેરાની સાંજે માટલીગરબા રમતા મૂકવાની અનેરી આસ્થાના મહિમાસભર ગામના પાદરે માતાજીના ચોકમાં આખું ગામ એક કુંડાળે માથે ગરબાની માટલી મુકીને ગરબા રમતું હોય ત્યારે ગામનું પાદર સહસ્ત્ર માટલીગરબાઓથી ઝગમગી ઉઠે છે.