ગાંધીધામ: LCB પોલીસ દ્વારા આદિપુર વિસ્તારમાંથી ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતા કાર્યવાહી
એલસીબી પીઆઈ જે.એમ. વાળા અને પીએસઆઈ ડી.જી. પટેલની ટીમે શિણાય સીમમાં સર્વે નંબર 154/1 પર આવેલા જંગી વાડી વિસ્તારના એચ.કે. વોટર સપ્લાયમાં રેઇડ કરી ત્યાં પાર્ક કરેલા ટેન્કરમાંથી 7,36,000ની કિંમતનું 9200 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવતા પોલીસે આરોપી હરેશભાઈ નથુમલ હરજાણી (રહે. આદિપુર) ની ધરપકડ કરી ટેન્કર સહિત 10,86,000નો મુદ્દામાલ કબ્જે કરી આદિપુર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.