ખંભાત: વિરસદ પોલીસ સ્ટેશનના પોક્સોના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી લીધો
Khambhat, Anand | Jul 12, 2026 વિરસદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનાનો આરોપી કરણ ભવાનસિંહ સોલંકી (રહે. બોરીયા બેચરાજી, તા. તલોદ, જી. સાબરકાંઠા) મોરબીમાં છુપાયો છે. આ બાતમીના આધારે પોલીસે મોરબી ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે ભોગ બનનારને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી વિરસદ પોલીસ સ્ટેશનને સોંપી દીધી છે.