RBI ની ગાઈડ લાઇન પ્રમાણે કેટલાય સમયથી નવી ફ્રેશ નોટો જેમકે 10 ની 20 અને સિક્કા આવતા ન હતા ત્યારે વાર તેહવાર હોય ત્યારે નવી ફ્રેશ નોટો મળતી ન હતી જ્યારે આજે શુક્રવારના રોજ હાલોલ બેંક ઓફ બરોડા મેન બ્રાન્ચ ખાતે પોતાના ગ્રાહકો માટે મની એક્સચેન્જ મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાલોલ BOB બેંકમાં ખાતું ધરાવતા ખાતેદારોને રૂપિયા 10 અને 20 નવી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં બપોરના 4 વાગ્યા સુધીમાં 300થી વધુ ખાતેદારોએ લાભ લીધો હતો