કાલોલ: બસ સ્ટેન્ડ પાસે શ્રમિકોને પૌષ્ટિક આહાર પુરી પાડતી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ધારાસભ્યએ હાજર રહી કરાવ્યો
આજરોજ બપોરે બાર વાગે કાલોલમાં ગુજરાત સરકારની શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ અને અન્ય શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુક્રવારે કાલોલ બસ સ્ટેશન પાસે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ કડિયાકામ અને બાંધકામ ક્ષેત્રે પરિશ્રમ કરતા શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં પોષણયુક્ત ભોજન મળી રહે તે હેતુથી શરૂ કરવામાં આવેલ હોવાથી યોજનાના શુભારંભ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.