પાલીતાણા-૧૦૨ વિધાનસભાના પ્રવાસ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ ને લીધે પાક અને ઘાસચારો સંપૂર્ણપણે નાશ પામેલ હોય જેથી મતક્ષેત્રના ખેડૂતો અને પશુપાલકો સાથે ભીખાભાઇ બારૈયા બેઠક કરતા ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવેલ.જેના પગલે આજરોજ માનનીય કૃષિ અને પશુપાલન મંત્રી તેમજ વન અને પર્યાવરણ મંત્રી અને ભાવનગર જીલ્લા પ્રભારી મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તાત્કાલિક ઘાસચારો આપવા રજુઆત કરાઈ