સુરતના સચિન હોજીવાલા GIDC વિસ્તારમાં આવેલી ગારમેન્ટ ફેક્ટરીના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આ વિકરાળ આગમાં કરોડો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હોવાના અહેવાલ છે. ફેક્ટરીમાં આવેલું મંદિર પણ આગની ઝપેટમાં આવી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
આ દુર્ઘટનામાં કારીગરોની મહેનત, તેમની રોજીરોટી અને ફેક્ટરી માલિકનું વર્ષોનું રોકાણ ભારે નુકસાનની ઝપેટમાં આવ્યું છે.
આગના કારણે રોજીરોટી ગુમાવનારા કારીગરો અને અસરગ્રસ્ત પરિવારોને તંત્ર દ્વારા યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
#suratcity #suratnews #sachingidc #hojiwalagidc #fireincident
Udhna, Surat | Nov 19, 2026