ગાંધીધામ: મનપા દ્વારા ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના દબાણો દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આઈકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે જે કામગીરીના ભાગરૂપે આજરોજ સવારે અંદાજિત 10:30 વાગે ઓસલો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધીના દબાણો મહાનગરપાલિકાના ૫ જે.સિ.બી., ૪ ટ્રેકટર, તથા પૂરતા માનવબળ સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈની હાજરીમાં અંદાજીત કુલ-૨૪૫ દબાણો દુર કરવામાં આવ્યા છે.