ઘોઘંબા: દામાવાવ અપહરણ અને પોક્સો ગુન્હાનો ફરાર આરોપી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડના હાથે સેવાલીયાથી ઝડપાયો
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દામાવાવ પોલીસ સ્ટેશનના અપહરણ અને પોક્સો ગુન્હા તેમજ દેવગઢ બારીઆના પ્રોહિબિશનના ગુન્હામાં ફરાર આરોપી કમલેશભાઈ ઉર્ફે કમો પટેલને ઝડપી પાડ્યો છે. એ.એસ.આઈ. હાર્દિકકુમાર કાનાભાઈને મળેલી બાતમીના આધારે પોલીસે સેવાલીયા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ગોધરા તરફથી આવતા આરોપીને ઝડપી લીધો હતો. આરોપીએ ભોગ બનનારને સાણંદ ટાટા નેનો પ્લાન્ટની ભવાની કંપનીમાં નોકરી પર રખાવી હતી, જ્યાંથી ભોગ બનનાર પણ મળી આવી છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આર