ઘોઘંબા: પંચમહાલના ગ્રામ્ય વિસ્તારમાં એક તરફી પ્રેમમા પાગલ બનેલા સગીરે સગીરા પર બ્લેડના ઘા ઝીક્યા
પંચમહાલના એક ગ્રામ્ય વિસ્તારમાં આજે ગુરુવારે સવારે સ્કૂલમાં જઈ રહેલ એક સગીરાને એક તરફી પ્રેમ કરનાર સગીરે તેને રોકી તું મારી સાથે પ્રેમ સંબંધ કેમ નથી રાખતી તેમ કહેતા સગીરા તાબે ન થતા એક તરફી પ્રેમ કરતા સગીરે આવેશ માં આવી જઈ પોતાની પાસે રાખેલ બ્લેડ વડે સગીરાના ગળાના ભાગે ઘા કરી દેતાં ચકચાર મચી જવા પામી હતી જોકે બનાવ સંદર્ભે સગીરાના પરિવારજનોએ પોલીસ મથકે સગીર પર ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.